• Gallery
  • Members
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds




  • વર્તમાન પ્રવાહ શું છે ? એક નજર અહીંયા પણ .... અધ્યતન ટેકનોલોજી સાથે બદલાતા યુગમાં ન્યૂઝ વેબસાઇટ પોતાનું આગવું સ્થાન જમાવી રહી છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, કોર્પોરેટ વર્લ્ડ હોય કે મનોરંજનની દુનિયા તમામ ક્ષેત્રોમાં વેબ માધ્યમની આવશ્યકતાનો ઇન્કાર થઇ શકે તેમ નથી. એક તરફ દુનિયાભરના અખબારો અને ટીવીની ન્યૂઝ ચેનલો વેબ ઉપર પ્રાપ્ય બનતાં જાય છે તેવા સંજોગોમાં સ્વતંત્ર, વિશ્વસનિય અને ઝડપી સમાચાર માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર એક એવી ઝડપી ન્યૂઝ વેબસાઇટનો પ્રારંભ થયો છે કે જે ગુજરાતીમાં હોવા છતાં દેશ અને દુનિયાના અસંખ્ય ગુજરાતી વાંચકો તેને માણી શકે છે. વેબમાં ન્યૂઝ ઉપરાંત સમાચારની ઉંડાણમાં જઇને રસપ્રદ આર્ટીકલ્સ પણ ઉપલબ્ધ બનાવાશે. www.vartmanpravah.com ન્યૂઝ વેબસાઇટ હવે 2012ના વર્ષમાં તેના ડાયનેમિક વર્ઝન સાથે આવી છે. આ નવી વેબસાઇટમાં ન્યૂઝ ઉપરાંત વિડીયો અને ઘણી બઘી ઉપયોગી માહિતી ઓનલાઇન ઉપલબ્ધ કરવાનો અમારો પ્રયાસ છે. અમારી વેબસાઇટમાં જ્યોતિષ માર્ગદર્શન, ક્વીઝ કોમ્પિટીશન, રસોઇ શો, બિઝનેસ માટે ટીપ્સ, નોકરીની વિપુલ તકો, આરોગ્ય વિષયક જાણકારી, બ્યુરોક્રેસીમાં નવાજૂની, કેન્દ્ર અને રાજ્ય સરકારની ગતિવિધિઓ, ગુજરાતી સાહિત્ય, વિશ્વભરના પ્રવાસનની ક્ષિતીજ તેમજ મનોરંજનની મહેફિલ સહિતના તમામ ક્ષેત્ર આવરી લીઘાં છે જેની જાણકારી એક જ જગ્યાએથી મળી શકે છે. અમે ઉગતા કવિઓ અને લેખકોને આમંત્રણ આપીએ છીએ. તેમની મૌલિક રચનાઓને વેબમાં યોગ્ય સ્થાન અપાશે. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને હેલ્થટીપ્સ જેવાં ઘણાં એવા ક્ષેત્રો છે કે જેનો તુરંત પ્રતિભાવ આપી શકાય તેવા ઓનલાઇન સોફ્ટવેરની મદદથી વાંચકોને મૂંઝવતા પ્રશ્નોનો મિનિટોમાં ઉકેલ આવી શકે છે. આ માટે અમારી પાસે અનુભવી અને સચોટ આગાહી કરનારા જ્યોતિષની ટીમ છે. અમારા આ સાહસને આપનો હુંફાળો સહકાર મળશે તો અમારી વેબસાઇટ માત્ર ગુજરાત જ નહીં, દેશના અન્ય રાજ્યો અને એનઆરઆઇ સમુદાય વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવી શકશે. વર્તમાન પ્રવાહ ટીમ.